અમારા વિશે

Coursify.me

Coursify.me એ દૂરસ્થ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતું ઑનલાઇન શિક્ષણ પ્લેટફૉર્મ છે. પ્લેટફૉર્મ દ્વારા, કોઈ પણ વ્યક્તિ કે કંપની એક શાળા બનાવી શકે છે અને ઇન્ટરનૅટ પર ઑનલાઇન કોર્સ વેચી શકે છે.

યુવા અને ગતિશીલ કંપની Coursify.me ઑનલાઇન શિક્ષણ માટે નવા ઉકેલો ના વિકાસ માં વિશેષજ્ઞ બહુશાખીય ટીમ દ્વારા રચાયેલી છે. એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, સૉફ્ટવેર ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ મૅનેજમેન્ટ માં તાલીમ ધરાવતા વ્યાવસાયિકો સાથે મળીને સેવા પૂરી પાડવાની એક નવી વિભાવના સર્જે છે, જે અમારા અને તેમના ગ્રાહકો ને ટેક્નૉલૉજી, ગુણવત્તા અને કૌશલ્ય પ્રદાન કરે છે.

સંપૂર્ણ ટૂલ એવું Coursify.me એ એક SaaS (સૉફ્ટવેર એઝ અ સર્વિસ) છે જે ઑનલાઇન કોર્સ બનાવવા અને વેચવા માટે જરૂરી તમામ સંસાધનો પૂરા પાડે છે. સૉફ્ટવેર જે સુવિધાઓ આપે છે તેમાં દરેક કોર્સ અને શાળા માટે પૃષ્ઠ કસ્ટમાઇઝ કરવાની શક્યતા, સામગ્રી અપલૉડ માટે Dropbox, YouTube અને Vimeo સાથે ઇન્ટિગ્રેશન, ચૂકવણી માટે PayPal સાથે ઇન્ટિગ્રેશન વગેરે અનેક ખાસ બાબતો છે.

Coursify.me બનાવવાનો વિચાર તેના સ્થાપકો ની ટેક્નૉલૉજી અને જ્ઞાન પ્રત્યેની લગની માંથી, અને એક એવી વેબ ઍપ્લિકેશન બનાવવાની ઇચ્છા માંથી જન્મ્યો જે શિક્ષકો અને કંપનીઓ ને તેમના વિદ્યાર્થીઓ સાથે જોડી શકે.

પોતાના કર્મચારીઓ ને કુશળ બનાવવા ઇચ્છતા વ્યાવસાયિકો અને કંપનીઓ માટે ભારે ઉપયોગી, આ ઇ-લર્નિંગ પ્લેટફૉર્મ વ્યક્તિગત અને લવચીક રીતે વિદ્યાર્થીઓ ની તાલીમ ને સરળ બનાવે છે અને પ્રોત્સાહિત કરે છે.

મૈત્રીપૂર્ણ અને સરળ નેવિગેશન ઇન્ટરફેસ સાથે, તેનો ઉપયોગ શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને સહેલાઈ થી કરી શકે છે. દિવસ ના 24 કલાક ઑનલાઇન રહેતું આ સૉફ્ટવેર સહાયક સ્ટાફ, સુરક્ષા અને ડેટા સંરક્ષણ ની અત્યાધુનિક સિસ્ટમ અને સમયાંતરે અપડેટ્સ ધરાવે છે.

ઑનલાઇન શિક્ષણ ના ક્ષેત્ર માં અગ્રણીઓ માંની એક, Coursify.me એ લવચીક, ગતિશીલ અને સર્વસમાવેશક, કોઈ પણ પ્રકાર ની અડચણો થી મુક્ત શિક્ષણ પદ્ધતિ પર કેન્દ્રિત એક સંપૂર્ણ ઉકેલ છે.